એક ઈચ્છા…

એક ઈચ્છા…

અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ

લાખો વિસ્ફોટોની હારમાળા થઇ ગઈ

જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઇ ગઈ

અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

સત્યની શોધમાં રઝળપાટ થઇ ગઈ

લાખો વિચારોની આંધી થઇ ગઈ

ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઇ ગઇ

અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

દૂર દૂર દેશ એના પર ચર્ચા થઇ ગઈ

લાખો કાગળો પર શાહીની નદીઓ થઇ ગઈ

વાંચીને કેટલીય આંખો ભીની થઇ ગઈ

અસંખ્ય ક્રાંતિઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

લોહીની નદીઓ વહેતી થઇ ગઈ

લાખો નિર્દોષોની કત્લેઆમ થઇ ગઈ

દર્દનાક ચીસો ઠરીઠામ થઇ ગઈ

અસંખ્ય ચિતાઓની એ જનેતા થઇ ગઈ!

– અમિત પરીખ

https://amittparikh.wordpress.com/

ટૅગ્સ: ,

4 Responses to “એક ઈચ્છા…”

 1. ઉષા દેસાઈ Says:

  એક ઈચ્છા…વાહ વાહ કહેવાની ,શબ્દોથી શબ્દ સીમા પારની, મૌનમાં શબ્દોના ધ્વનિની …એક ઈચ્છા…

 2. કુમાર મયુર Says:

  ek ichchha, sundar abhivyakti, nice blog

 3. Ashwin Pandya Says:

  Very Meaningful

 4. Ram Virani Says:

  એક ઈચ્છા ખુબ સારું શીર્ષક છે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: