વૈશ્વિક કર્મ

કુકર્મ કે સુકર્મ?

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન! અર્થાત તુ માત્ર તને દીધેલ/સોંપેલ/ચીંધેલ કર્મ કરતો જા, તેના પરિણામની/ભવિષ્યની ચિંતા ત્યજીને. આવી રીતે કરેલા સઘળા કર્મો ‘મારાં’ કર્મ છે, જેને લીધે  વ્યક્તિગત કર્મનું અનંત ચક્ર ધીમે ધીમે બંધ થાય છે, અને તારી ઝોળીમાં માત્ર ને માત્ર વૈશ્વિક કર્મો આવે છે. વૈશ્વિક કર્મો પણ તારી ભાષામાં સુખ અને દુ:ખ બંને લાવી શકે છે, પણ તે અનંતગણા વિસ્તરી જાય છે અને તેનો પ્રભાવ અસંખ્ય જીવો પર પડે છે. આરાધ્ય દેવ જ્યારે ભક્ત માટે કોઇ જન્મ લે, ત્યારે આ કર્મચક્રને આધીન તેમને પણ સહન કરવું પડે છે, કારણ કે આ જ તો  વિકાસનું શષ્ત્ર છે. તો આવનારી દરેકે દરેક ઘડી, ને તેમાં ઘટતા બનાવો અને કરાતું કર્મ, કર સર્વ સ્વને અર્પણ!

તેજસ્વી તારલાઓની હરોળમાં પહોંચવા સ્વનું તેજ શોધવું અને પ્રજ્વલિત કરવું અનિવાર્ય છે. તારલાઓ સ્વયં પ્રકાશિત છે! આથી હવે બહાર પ્રકાશ શોધવાનું બંધ કરો અને સ્વાવલંબી બનો. જે તેજ તું શોધે છે તે સ્વની સ્વ દ્વારા થતી ખોજ છે અને આ પરમ પ્રકાશની શોધ માટે આવશ્યક પ્રકાશ પંડે જ ઉપલબ્ધ છે!

હાર્યા ત્યારથી સવાર કે જાગ્યા ત્યારથી સવાર? ઘણીવાર માનવી સીધુ સમજતો નથી, આથી કુદરતે એને હારનો/દુ:ખનો સ્વાદ ચાખાડવો પડે છે, અને ત્યારબાદ જ તે જાગે છે! તો ઘણાખરા દુ:ખો ભગાડવાનો સરળ ઉપાય છે જાગૃત રહેવું – જેથી એવી નોબત જ ન આવે. જાગ્યા ત્યારથી સવાર એટલે કે અંધકારનો નાશ!

‘અંધક’ જાગી જાય કે તરત શિવાંશ હોવાનું પીછાણશે – ત્યાં લગી એનો અંધાપો એને બધે જ ભટકાવશે અને નિમ્નકક્ષામાં વિહરવા પ્રેરાશે. આખરે શિવાંશ જાગતા એ માત્ર સ્વનું જ નહીં, પણ જગનું કલ્યાણ કરવા સક્ષમ બનશે!

અલખ નિરંજન!

ટૅગ્સ: ,

2 Responses to “વૈશ્વિક કર્મ”

  1. Dhams Says:

    અમીતભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
    http://www.dhoomkharidi.com/books

    આપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.

    ધર્મેશ વ્યાસ

  2. રોહિત વણપરીયા Says:

    ઘણીવાર માનવી સીધુ સમજતો નથી, આથી કુદરતે એને હારનો/દુ:ખનો સ્વાદ ચાખાડવો પડે છે, અને ત્યારબાદ જ તે જાગે છે! તો ઘણાખરા દુ:ખો ભગાડવાનો સરળ ઉપાય છે જાગૃત રહેવું – જેથી એવી નોબત જ ન આવે. જાગ્યા ત્યારથી સવાર એટલે કે અંધકારનો નાશ!….
    ખૂબ જ સરસ વાત કહી દીધી આપે..

Leave a reply to Dhams જવાબ રદ કરો