ભવિષ્ય

સોળે શણગાર સજીને ડોલીમાં જઇ રહેલી નવવધુને ક્યાં ખબર છે કે આગળ ગમખ્વાર અકસ્માતમાં મોત થનાર છે? એ તો એના પરમ આનંદમાં ડૂબેલી છે. નસીબ, કર્મ અને ચૈતન્ય ભેગા મળીને જીવન રૂપી તખ્તા પર અવનવા દ્રશ્યો લખ્યા હોય છે. અને આથી જ શાણપણ એમાં જ છે કે માનવી દરેકે દરેક ક્ષણ પૂર્ણતાથી – ઉત્સવની માફક ઉજવીને જીવે. પુરુષાર્થ ભરપૂર કરે, પણ સાથે પ્રારબ્ધના અસ્તિત્વને પણ સ્વીકારે. દરેક ક્ષણ જાણે કે ફિલ્મના ડાયરેક્ટરે અચાનક સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ભજવવું પડતું પાત્ર. આમાં ચલિત થયા વિના સમભાવે દરેકે દરેક ક્ષણમાં પોતાનું પૂર્ણ અસ્તિત્વ લગાવીને પાત્ર ભજવશે એ જ સફળ થશે. પૂર્ણ ધ્યાન છે પૂર્ણતા પર – સ્વના વિકાસ પર – સ્વની અભિવ્યક્તિ પર – સ્વના સંતોષ પર – પૂર્ણ સ્ક્રિપ્ટ અને ચલચિત્રની સફળતા પર – દરેકે દરેક પાત્રોને આવરી લેતી – સફળતા પર. આમ જ્યારે પૂરી કાસ્ટ પૂર્ણતાથી પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે જ બને છે એક અવિસ્મરણીય ચલચિત્ર – જેને જોનાર પોકારી ઉઠે – આફરિન! વાહ શું કામ કર્યું છે! અને એ એને જોનાર, કામ કરનાર – દરેકે દરેક માટે વિકાસનું એક સાધન બની જાય – જીવનનું એ એક આગવું પ્રતિક બની જાય.

આમ જ્યારે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ પણ મોતની રાહ જોતું દર્દમાં ઇશ્વરને પોકારી પોકારીને લઇ લેવા માટે કહેતું હોય ત્યારે એને પણ ક્યાં ખબર છે કે થોડે દૂરથી આવતી એમ્બ્યુલંસમાં બેઠેલા ડૉક્ટર્સ એને જીવાડી દેશે.. અને એ હરતો ફરતો થઇ જશે!

આનું નામ સંચિત કર્મ, પ્રારબ્ધ, ચમત્કાર કે જે માનવું હોય તે!

તો ભવિષ્યની ચિંતા છોડી – વર્તમાનમાં જીવો સાંઇદાસ!

Advertisements

ટૅગ્સ: , , , , ,

3 Responses to “ભવિષ્ય”

  1. Abhaygada Says:

    I Like It

  2. rajeshpadaya Says:

    અતિ ઉત્તમ મુદ્દો છે સાહેબ, હુ પણ થોડુ જોડીશ કે ભવિષ્યની ચિંતા છોડી, પરમાત્માની ઓળખ સાથે જીવો સદા તો જ ઉધ્ધાર થશે. નહિ તો મર્યા પછી બાળવામાં આવે જ છે ને. માટે બોલો જય શ્રી પરમ પિતા પરમેશ્વર-પરમાત્માની, સુતા, બેસતા, ઉઠતા, જાગતા, સુખમાં અને દુખમાં તો જ ઉધ્ધર છે.

  3. rajeshpadaya Says:

    અમીતભાઈ, ખરુ જોતા તમે પણ માનવજાતીની અધોગતિથી પરીચીત થઈને સહુને માટે “જાગ્યા ત્યાંથી સવારની” વાતો લખી છે જે વાંચીને મને પણ આનંદ થયો સાથે સાથી ઘણુ જાણવા પણ મળ્યુ છે, હુ તમને મારા ગમતા લેખકોના લિષ્ટામાં ઉમેરી દઉ છુ. ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: