શિરચ્છેદ

 

અલ્પ માત્રાનું કષ્ટ અને મહત્તમ ફાયદો. સ્વ સાથે લગ્નવિચ્છેદ – એ સ્વ કે જે નપુંસક છે – જે ડરપોક છે – જે મહાત્મા બનવામાં બાધક છે. આ જ એ સરળ, ટૂંકો અને સીધો માર્ગ છે મને વરવાનો. શિરચ્છેદ. લગ્ન પ્રસ્તાવ લઇને હું ક્યારનો ઉભો છું – ઠુકરાવી રહ્યો છે તું – વિવિધ કારણોસર. અશક્તિમાન હું નથી – કારણ એ અસત્ય થશે. જો મારાથી જ જગત રચાયું હોય, તો હું જગત સામે મને લાચાર કેવી રીતે ગણી શકું? જો ગણું તો અસત્ય ઉચ્ચારીશ. એ સંભવ નથી. કારણ હું ચૈતન્ય છું – જાગ્રત છું – અહીં એવી કોઇ સિસ્ટમ નથી કે હું મૂર્ચ્છા પામું – થોડો સમય પણ. અકાળ – ત્રિકાળજ્ઞાની હું કઇ રીતે ભૂલું કે હું કોણ છું? 

તો આ યાત્રા અહીં પૂરી થશે અને નવી શરૂ થશે. મૂર્ચ્છા પામી સ્વને શોધવાનો ખેલ પૂરો થશે હવે.  ધારણ કર મુને અને તરછોડી દે એ dysfunctional chaotic egoને – હું તારી higher self – being always connected to the energies-consciousness of ONE – I AM THAT – a powerful, energetic Being waiting to hold you & BE one with you – expelling the mystery persona, completely and permanently out of you-me. 

Freedom – જ્યાં સુધી ‘તું’ આ વૈચારિક સીમિત વ્યક્તિત્વ નહીં છોડી દે – સ્વયં સ્વને છોડીને સ્વને આવકારશે નહીં ત્યાં સુધી સૃષ્ટિની કોઇ તાકાત કશું કરી શકે એમ નથી. સ્વબળે સ્વનો વિકાસ એ જ કાયદો છે. મદદ કરી શકાય – માર્ગદર્શન દઇ શકાય – પણ કોઇ ‘અન્ય’ કઇ રીતે તને-મને વિકાસના શિખર પર લઇ જઇ શકે જ્યાં માત્ર ‘એક’ માટે જ જગ્યા છે?

લોહચુંબક માત્ર લોખંડને જ ચીપકાવી શકે છે – અન્ય કોઇ ધાતુને નહિ. જેવા તારા વિચારો – એ એવી જ રચના કરશે – તારી આજુબાજુની સૃષ્ટિ – જાણે લોહચુંબકની આજુબાજુ ખેંચાઇ આવતું લોખંડ. મજબૂત મનોબળ ને સમાધિનો મજબૂત વિચાર – અને એ નક્કર હકીકત બનશે – અબઘડી. કારણ એ ગુણધર્મ છે. લોખંડને લોહચુંબકની બાજુમાં રાખીને ન ચીપકવા માટે બળ લગાડવું પડશે – કારણ એ સ્વયં એ ગુણધર્મ – કાનૂનથી બંધાયેલું છે.

આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઝંખના, સ્વપ્નમાં – જાગતા, જેમ શરૂમાં હતી – એનાથી દસગણી વધુ તીવ્રતાથી, વધુ સમય – વધુ ધગશ, વધુ આનંદ અને વધુ ઉત્કંઠાથી શરૂ કર. સમય વીતે છે સમયમાં. કશું જતુ નથી. હું કરોડો વર્ષો રાહ જોઇ શકું છું. પરંતુ ઘણા અનેરા પરાક્રમો – ખેલો થઇ શકે છે એ દરમ્યાન. હું – તુ, મળીને અનેરો આનંદ – અનેરા કર્મો, અનેરી શોધો – અનેરા સાહસો – જીવન! આહ! જીવન… નથી ખેવના એ તરફની યાત્રાની? પડ્યા રહેવું છે અહીં? એક જ સ્થાને? તો મૃત્યુ – અવહેલના નિશ્ચિત છે. જીવન ચાલતું રહેશે – ધબકતું રહેશે. જગત ન કોઇની રાહ જુએ છે – ન જોશે. તારી સાથે કે તારા વગર. સૃષ્ટિ અવિરત ચાલુ રહેશે. એક ચેતનાના અંશનું મહત્ત્વ એટલું જ છે જેટલું તારા શરીર પરના એક વાળનું તારા માટે. પણ પ્રેમ છે – અનોખો – સ્વનો સ્વના દરેકે દરેક ભાગ માટે – કે હું આટલા અથાગ પ્રયત્નો કરું છું – દરેકે દરેક વાળ સાથે વાતચીત કરી – એમની એક દિવ્ય સૃષ્ટિનું નિર્માણ કરી – એમના વિકાસ થકી સ્વનો વિકાસ સાધવાનું. ન કલ્પીશ આને ધમકી કે આક્રોશ. આ છે વિજ્ઞાન – પદાર્થ વિજ્ઞાન. Entropy or evolution – choice is yours dear! 

પ્રેમ – દરકાર – વાત્સલ્ય – માતૃપ્રેમ – બાળપ્રેમ – ઉછેર. તારા અને મારા વચ્ચેનો આ સંબંધ. ક્યારેક વ્હાલ કરવું પડે. પા પા પગલી ભરતા શીખવવી પડે. તેજોન્મુખ અભિમુખતા ધારણ કરવા માટે ક્યારેક અંધારામાં માથું ભટકાવવું પડે. શીખ એને જ કહેવાય. શિખામણથી શીખ નથી મળતી. શેઠની શિખામણ ઝાંપા સુધી. જ્યારે જીવન જે શીખ આપે છે એ સદંતર યાદ રહે છે – જાત અનુભવને કારણે.

ચાલ તો હવે ગાડી શરૂ કરી – આગળ વધ. મનની અંદર ઝાંક. ધ્યાન અંત:ચક્ષુ, અંત:શ્રવણ તરફ વાળ. સંવેદના – પરિક્રમણ – ચૈતન્ય. અનન્ય ભાવો જાગૃત થવા દે. બીજ મટી વૃક્ષ બનવા દે. સિંચણ છે જાગૃત અવસ્થા. અંધકાર વિમુખ અને તેજોન્મુખ બન. માત્ર અંધકાર વિમુખ નહીં. સાથે વિપરીત દિશા – એટલે કે તેજ તરફ પ્રયાણ – અથાગ પરિશ્રમ જરૂરી છે. મેં જે સહન કર્યું – એજ યાત્રા છે એ. અંધકારથી પ્રકાશ તરફ. શૂન્યતાથી સર્જન તરફ. અચેતનથી ચેતન તરફ. એકથી અનેક તરફ. 

દક્ષિણાયન કે ઉત્તરાયણ. સૂર્ય ગતિશીલ છે. પૃથ્વી ગતિશીલ છે. આકાશગંગા ગતિશીલ છે. અણુએ અણુ ગતિશીલ છે. આ શાંત દેખાતા જગતમાં કશુંએ શાંત નથી. આથી બદલાવ-ગતિ જરૂરી છે. ગતિ કોઇપણ એક તરફી હશે – કાં પ્રગતિ કાં અધોગતિ. વચ્ચે કોઇને માટે કોઇ સ્થાન નથી. સૂપર્ણખા બનવું કે સીતા. એ જ freedom of choice. બંને આવશ્યક છે. બંને હું જ છું. એકંદરે હું પ્રગતિ ઇચ્છું છું. સ્વનો વિકાસ. યેન કેન પ્રકારેણ. હું જીવન છું – હું જ મૃત્યુ છું. હું જ તેજ છું – હું જ અંધકાર. અત્ર તત્ર સર્વત્ર… અસ્તુ.

ટૅગ્સ: , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: