જલ્લાદની આંખો મોત જોઇ જોઇને મોતથી કંટાળી ગઇ હોય છે! જાણે કે એક સામાન્ય ઘટના. બુદ્ધની આંખોએ એ જ દ્ર્શ્ય માત્ર એક વાર નિહાળતા સમાધિ તરફની યાત્રા પર નીકળી પડ્યા! ઘટના મહાન કે તુચ્છ નથી હોતી! ઘટના ઘટના હોય છે. અલાયદી, પણ એને જોનાર એને સારી-નરસી, નાની-મોટી, મહાન-તુચ્છ, મારી-તારી, સફેદ-કાળી વગેરે વગેરે વિશેષણોથી નવાજે છે. ભેટ-સોગાદ કોઇ આપે ત્યારે પણ માનવી આમ જ એને તોલે છે! જે જેમ છે એમ જોતા શીખ. તટસ્થ ભાવે, અલિપ્ત ભાવે, દ્ર્ષ્ટા તરીકે.. પછી ધીરે ધીરે ઘટનાઓનો ઘટસ્ફોટ થશે અને integrated viewpoint કેળવાશે. જે એજ ઘટનાને વિવિધ દ્રષ્ટિથી, મંતવ્યો થી, ઓળખથી એકી સાથે જોશે.
Posts Tagged ‘બુદ્ધ’
તટસ્થ ભાવ
October 4, 2008એક ક્ષણ
October 3, 2008હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ
જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ
ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને માત્ર એક ક્ષણ
બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ
ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી સાવ નોખી હરેક ક્ષણ
ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના સર્વ આ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હરેક આ લક્ષણ
(C) અમિત પરીખ
આત્મા
October 3, 2008હીરો બનવું હોય તો પૃથ્વીના પેટાળમાં ભયંકર દબાણ સહન કરી વિકાસ પામવો પડે એમ આત્મ પ્રાપ્તિ માટે મનુષ્ય દેહ પામી સ્વને ઓળખવો પડે. એમાં કષ્ટ છે, પણ no gain without pain.
આત્મા આમ એક સાધન છે નિરાકારનું – આકાર લઇ અવતરવા માટે -શ્રેષ્ઠ છે એ પરમાત્માની જેમ જ પણ – એક છૂટો અંશ – જે હજારો વર્ષોની યાત્રા કરી – સ્વબળે સ્વને ઓળખી – પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખી યાત્રા પૂરી કરે છે.
ત્યારબાદ એ પોતાની દુનિયાનો ખરા અર્થમાં સ્વામી બને છે. પરમાત્મા જેવા ગુણોથી ભરપૂર એ શુદ્ધ આત્મા ઉચ્ચતમ જગતમાં પોતાનો ડંકો વગાડે છે અને સાથે સાથે નિમ્ન સ્તરમાં રહેલા જગતમાં પોતાના જ અવતારોના ઉત્થાનમાં મદદરૂપ થાય છે.
આત્માનો જન્મ એટલે જાણે અબુધ બાળકનો જન્મ. શક્તિઓથી ભરપૂર પણ વિકાસ નથી થયો. ચેતના હજુ સુષુપ્ત અવસ્થામાં છે. વિશાળ શક્તિઓ હજી પોટલામાં બંધ છે. જેમ જેમ એ અભિવ્યક્ત કરતો જાય – સ્વેચ્છાએ સ્વબળે સ્વનો વિકાસ સાધે – અને ધીરે ધીરે બધા પરિબળોને કાબૂમાં લઇ એના સર્જનકર્તા પરમાત્મા જેવો થતો જાય- આખરે બુદ્ધત્વ પામતા પોતાના સ્વરૂપને ઓળખી – બ્રહ્મમાં લીન થઇ શકે છે. પરમાત્મા – આત્મા – શરીર એક એકમ તરીકે કામ કરે છે – અને એ જન્મ આપે છે દૈવી અભિવ્યક્તિને – શાંતતાને ખોળો મળે છે પોતાને અભિવ્યક્ત કરવાનો – સૃજનકર્તા પોતાના સર્જનને માણી શકે છે – એ જ ખરો ધ્યેય છે… રમત, અભિવ્યક્તિ, વિકાસ… સર્જન.. મૃત્યુ… પણ વિકાસ અવિરત ચાલુ રહે છે… દરેકે દરેક ભાગનો.. એમ કરતા એકંદરે એ ‘એક‘ ચેતનાનો.. જેણે પોતાને અસંખ્ય ભાગોમાં વિભાજિત કરી છે… જેથી અભિવ્યક્તિ, વાર્તાલાપ, સર્જન શક્ય બને.